Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભાઈ*
😄🤗😄🤗😄
સૌરાષ્ટ્રમાં ભાઈને કે'તા 'ભાય',
તળપદી કાઠીયાવાડી
તો મીઠ્ઠી બોલી...!!
એમાં તો 'ઈ' નો થઈ જાય 'ય'...!
હે ભાય, ભાય..!!
ને બાઈનું થઈ
બાય...!
હે બાય , બાય...!!
બિચારો ભાઈ....!
આખી જીંદગી
કાઠીયાવાડમાં
ભાવજન્ય ભાય
બની જાય...!!

વળી ભાવનગર
બાજુ તો ભઈનું 'ભય' કરી
નાખે....!!
એટલે ત્યાં ભયજનક 'ભય'
બનીને પોતાની
ફરજો અદા કરે...!!
તો ય બોલી
ખુબ લાગે
મીઠ્ઠડી ને વ્હાલી ...!
ભાઈને ગમે તે નામે
બોલાવો એ તો
પ્રેમનો ભુખ્યો...!
ભાવ જુવે
ભાષા નહી...!
ગુજરાતી ભાષાની
આ જ તો
કમાલ છે...!
બાર ગાઉએ
બોલી બદલાય
તો ય હાર્દ ને
સોહાર્દ એકરૂપ
રહે...!
એટલે જ તો પત્નીઓ
બીજા આગળ *તમારા ભાઈ*
કહીને સંબોધે...!!
એમાય આડકતરો ઈશારો બેય બાજુ
સમજાઈ જાય...!
બોલનાર ને સાંભળનાર બેયના
ભાઈ...!!!
મારે તો સગો ભાઈ છે જ નહીં...!!!
એટલે .....!!
કોયડો ઉકેલવાનું
કામ અઘરૂ છે...!!
એટલે
ઉકેલ તમારા સૌ પર છોડું છું...!!
😄🤗😄🤗😄
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Blog by Rutambhara Thakar : 111452981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now