*આત્મા*
🤔📿🔮📿🤔
હે માનવ,
તું થા આત્મન,
કે તું થા આત્મજ...!
નહીંતર બની જા
તું આત્મનિષ્ઠ,
કે તું બનીને ઉભો
થા આત્મનિર્ભર...!
હે માનવ,
છોડી દે તું છળકપટ ને કાવાદાવા,
તારા સ્વચ્છ,નિર્મળ
આત્માને બનાવી
તારી ઢાલ,
સુધારી દે તારી
આવતી કાલ....!
ઈશ્વરને ના ખોજ
દરબદર,
એ તો આત્મ સ્વરૂપે
તારી જ અંદર....!
ઓળખ તારી
અંદરની
ચેતનાને,
જગાવ તારી અંદરના
અલખને,
તારો ઈતિહાસ
તું જ લખ ને...!
સત,ચિત ને
આનંદ તારામાં
બિરાજમાન,
કર જાત પર
ભરોશો, ને
ખુદને જ
સત્ચ્ચિદાનંદ
માન...!
છોડ બધા આડંબર ને ઢોંગધતુરા,
પ્રગટાવ તારી
આત્મજ્યોતિ,
ક્યારેય નહી
નડે કોઈ પનોતી...!
આત્મા વિંઝશે
જ્યારે પાંખ,
ઘટનું પંખી ત્યારે
કરશે થનગનાટ,
ગાશે આખું
શરીર એકસુરમાં
ગાન...!!
થશે જ્યારે આત્માથી
પરમ આત્માનું મિલન,
ભવોભવના
ટળશે ફેરા,
વિલીન થઈ
બનશે
એકાકાર ,
સુરો સંભળાશે ઓમકારના
નાદબ્રહ્મ કેરા...!
🕉️☸️🕉️☸️🕉️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*