#### માળો ####
તણખો તણખો જોડી ને કેવો બનાવ્યો માળો,
સંબંધો બધાજ જોડી ને કેવો સજાવ્યો માળો.
પ્રેમ સ્નેહ અને લાગણી થી કેવો ગૂથાયો માળો,
વિસ્વાસ અને આશાઓ થી બંધાવ્યો કેવો માળો.
જીંદગી રૂપી ઝાપટાં માં ક્યાંરેક ભીંજાયો માળો,
પ્રેમ રૂપી પવન માં કેવો લહેરાયો હતો માળો.
ઈષૉ અને અંહમ ની આંધી મા આજે વિખાયો માળો,
મારૂં મારૂં કરી ને મારો જ વિખાયો આજે માળો.
પંખી રૂપી સંબંધો ઉડી ગયા બધા સુનો પડ્યો આજે માળો,
તારુ મારુ કરી કરી ને ક્યાંક ખોવાયો આજે માળો.
✍️ Aradhya ba