માળા માં માળો,ને તારા માં મારો,પ્રેમ ગુંથાયલો છે,
હજી સુધી એકલો જ છું, પણ એમાં, ક્યાંક તારો સાથ છૂપાયેલો છે.
પરવાનગી વગર, તારી..., તારા દિલે દસ્તક નઈ દઉં,
શરૂઆત તું કર,ને જોઇશ તું, કેવો તારા હોઠ ની કોરે છૂપાયેલો છું
શોધ તારા, પડછાયા ને, આ પડછાયા મહીં જ, છૂપાયેલો છું,
તું ભલે, કંઈ બોલ્યા વિના જતી રહે,પણ તારા મૌન માં હજુ હું વણાયેલો છું!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૯ મે ૨૦૨૦
#માળો