મને ગમે છે.....
મને ગમે છે મુસાફરી કરવાનું
નવી જગાઓ પર જવાનું
ક્ષણમ્ ક્ષણમ્ નવ્યમ્ નવ્યમ્
એવું ગમે છે જીવન જીવવાનું.
નવા રસ્તાઓ જે કંટકોથી હોય ભરેલા
ગમે છે તેના પર ઉઘાડા પગે ચાલવાનું.
જીવનથી લડવાનું ભાવી ગયુ
રોજ ગમે છે હવે યુદ્ધ લડવાનું
નવા અનુભવો મારી રોમાંચક સફરનાં
ગમે છે એ સઘળાને શેર કરવાનું