" મારી મા"
જળ છેક સૂરજને ચડાવી દેય છે.
મારી મા છે, તડકાને રડાવી દેય છે.
એ બાંધી રાખે છે દુઃખ એને છેડલે,
ફક્ત સુખનો ફોટો પડાવી લેય છે.
નથી કંઈ મહારાણી,પણ મા છે ને!
રોજ ઘટનાં ઘોડા ઘડાવી દેય છે.
ન્યા તાપની તો વીસાત જ શી છે ?
પાલવમાં જબરો એને જડાવી દેય છે.
એટલે તો 'દેવ' સિકંદર સરખું મ્હાલે
મારી મા લાડ એવડાં લડાવી દેય છે.
દેવાયત ભમ્મર :-