કેટલો સરસ મજાનો પ્રેમથી માળો બાંધ્યો હતો અમે,
કોઈએ પવનના કાનમાં કાનભંભેરણી શું કરી,
વાવાઝોડું બની જે વેરણ કરી ગયો આ પ્રેમનો માળો.
પણ એક વાવાઝોડાથી હાર માની જાય એવો કાચો પ્રેમ નથી મારો,
આજે ફરથી તણખલા ભેગા કરી છું,
દરેક તણખલાંને પ્રેમ અને લાગણીઓથી ગુથું છું,
આવા વાવાઝોડા તો કેટલાય આવે ને જાય,
જે માળો પ્રેમ અને લાગણીઓથી બંધાયેલો હોય,
એ દરેક વાવાઝોડા પછી ફરી પાછો બંધાઈને તૈયાર થઈ જાય.
#માળો