પક્ષીની મનોવ્યથા..
હે માનવી
તારો ખૂબ ખૂબ આભાર.
મારી સુરક્ષા માટે
ઘર તો શું આખું એપાર્ટમેન્ટ ઉભું કરી દીધું.
કેટલું રૂડું, કેટલું સોહામણું.
ડર લાગે છે ક્યાંક આળસુ ન બની જાઉં.
પણ મને કેમ સંતોષ નથી?
મારું મન કેમ મૂંઝાઈ છે..
મારા પરિશ્રમની સુવાસ રુંઝાઈ છે..
તું જેને માળો કહે છે
એ મારો પરિશ્રમ છે,
મારી કારીગીરી છે.
મારી ગુપ્ત કળા છે
જે તને શીખવવા હું અસમર્થ છું.
તારો ખૂબ ખૂબ આભાર
પણ શું કરું !!
મને તો વહાલો લાગે
મારો માળો.
#માળો