ઉમ્મર ના બે પડાવ પૂરા કરી હમણાંજ વન મા પ્રવેશ કરેલ વિહંગા સામે રહેલ ઝાડ પર બેબાક થઈ જોઈ રહી
ચકલી એના માળા માંથી એના જ બચ્ચા ને નીચે પાડી રહી હતી
વિહંગા ના દિલોદિમાગ મા અેના સાસુ અને પતિ ના 25 વરસ પહેલાં ના શબ્દો હથોડા ની જેમ પછડાઈ રહ્યા "પક્ષી પણ નાસમજ હોવા છતાં વિકલાંગ બચ્ચા ને નથી ઉછેરતુ તો આપણે તો બધુ જાણી ને પણ "જિદ મા ને જીદ મા એ ઘર છોડીને નીકળી ગઈ
પણ આજે
એક આંખ કેન્સર ના રીપોર્ટ અને બીજી 25 વરસ ની દુનિયાદારી થી અજાણ ,માસૂમ ,આવનાર સમય થી અજાણ એવી રેતી મા ઘર બનાવતી પુત્રી ને જોઇ રહી
નથી સમજાતું કે શું એણે નિર્ણય લેવામાં ઉતાવળ કરી??
બસ કોરી આંખે એ ચકલી ના માળા અને નીચે પડેલા મૃત બચ્ચા ને જોઈ રહી
#માળો