ફ્લેટમાં તો હું હવે આવ્યો પણ મારો #માળો આજેય નથી ભુલાતો , લગભગ 8 વર્ષનો હોઈશ , માળામાં સામસામે બધાનાં ઘર , સંતોક માસી , દયયાશંકર માસા , હરીશ કાકા , કકું ડોશી , બા ક્યારેક બ્હાર જતી તો મને સંતોક માસીનાં ઘરે મૂકી જતી , માસી મને જમાડતા અને મારા હાથ પણ ધોવડાવતા.
શ્રાવણ મહિનામાં માસીને ત્યાં બધાં મળી ભજન ગાતા , નવરાત્રી , ગણપતિમાં તો આખો માળો ગુંજતો , દિવાળીનાં દિવસોમાં એકબીજાના ઘરે પગે લાગવા જવાથી માંડી , ઘૂઘરા,ચકરી, ચેવડો અને મોહનથાળ ઝાપટવાની મજા ફ્લેટમાં નથી યાર..
નવા વર્ષે બાપુજી ને પગે લાગતાં એ બે રૂપિયા આપતા તે આજનાં બે હજાર કરતા મૂલ્યવાન હતાં. માસી માસા વ્હાલથી ક્રીમવાળી બિસ્કિટનો ડબ્બો ભેટ આપતા તો અમે ગાંડા થઈ જતા..
હરીશ કાકાની સંતરાની પીપર અને ઘનશ્યામ કાકા બા ને કહ્યા વગર ભાગ લઈ આપતા.
મારા માળાના લાકડાના પગથિયાં , કાંભી,બારી,ઉંચો ઓટલો..અને અવિરત મળતો બધાનો નિસ્વાર્થ પ્રેમ.
ભૂલી જતાં જ્યાં ચોમાસુ , શિયાળો , ઉનાળો,
લાખોના ફ્લેટમાય હું મિસ કરું છું મારો #માળો .
અશોક ઉપાધ્યાય.
#માળો