Gujarati Quote in Blog by Dipak Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મતલબ નથી ને....
નિસ્વાથૅ થયેલી મિત્રતા હવે સ્વાર્થ માટે ટકી રહે તો મતલબ નથી ને
જાણી ને બધું જ તમારું મારું અજાણ બનીએ તો મતલબ નથી ને
વાતો થઇ અનેક અને લાગણીઓ વીના રહીએ તો મતલબ નથી ને
વિચારો મળે અનેક અને મનમાં મેળાપના નથી લેખ તો મતલબ નથી ને
આશા રાખીએ છીએ ઘણીવાર એકબીજા ના સંપર્ક ની પણ મળાય નહિ તો મતલબ નથી ને
દુઆ કરું તમારી હરેક તકલીફની ને તમે મારું જ વિચારવાનુ ભૂલી જાવ તો મતલબ નથી ને
હું યાદ કરાવી કરાવી ને તબિયત પૂછી લઉં અને તમે મારાં 5 દિવસ ના તાવ ને આમ અવગણો તો મતલબ નથી ને
હશે તકલીફ કે મજબૂરી તમારી પણ તમે જો પથ્થર જ રહો તો મતલબ નથી ને
હરેક ચિંતામાં ઈશ્વર ને હું લડી લઉં અને તમે ભુલાવી દો તો મતલબ નથી ને
પરિવાર તમારો પાછો મળી જાય સારા સમાચાર ઘરે આવી જાય અને તમે યાદ કરો જ નઈ તો મતલબ નથી ને
મારી મનની વેદના કહેવામાં તમે તમારું ચલાવે જાવ તો વેદના સમજાવાનો મતલબ નથી ને.
જે ખુશી થી યાદ કરી હું અનેક ક્ષણ રાહ જોઉં ને તમે વાત જ ના કરો તો હવે મતલબ નથી ને.
મળ્યા ઘણા અવસર તમને પણ અને મને પણ, પણ જૂનું યાદ કરાવી ને મતલબ તો નથી ને
લાખ અરમાન તમારા પુરા હજી થશે પણ હું હવે સાંભળવા નહિ હોવ તો મતલબ નથી ને.
જો મારાં અરમાન આમ અધૂરા રહી જશે, ખાલીપો વર્તાશે પણ આખરે તમને તો મતલબ નથી ને.
મારી અનેક વ્યથા ને તમે અવગણી છે અને હું આમાં કહી નહિ શકુ કારણ કે હવે મતલબ નથી ને
તમે બસ જેમ છો એમ જ રહો બેપરવાહ કારણ કે હવે આ વાંચી ને પણ તમે બદલાવ તો મતલબ નથી ને.
આ અંત મારો, આ અંત મારાં વિચારનો આ અંત મારાં લાગણીઓનો છે પણ એમાં તમે ભાવ ના આપતાં કારણ કે હવે મતલબ થી ને..

Gujarati Blog by Dipak Makwana : 111452516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now