ઈચ્છાઓ માગ માગ કરે છે.
ને ફૂલડાઓ બાગ બાગ કરે છે.
એક તું કહે છે રોકાઈ જાવ,
ને મનડું આ ભાગ ભાગ કરે છે.
હજુ તું બીન પકડે છે હાથમાં,
ત્યાં કામનાઓ નાગ નાગ કરે છે.
ન બતાવ હવે રોટલીનું ચિત્ર.
ઉદર એનાં આગ આગ કરે છે.
આમ, સ્મશાને સામા ન મળો.
જીજીવિષા જાગ જાગ કરે છે.
હું જ એક વળગી રહ્યો કર્મને,
આ ઈશ્વર તો માગ માગ કરે છે.
'દેવ' એને ધરાઈ ને ધોઈ કાઢ.
દામન આ દાગ દાગ કરે છે.
દેવાયત ભમ્મર :-