ક્યાં જરુર છે શબ્દો ની કોઈ ની લાગણી વાંચવા....
આવડે જો વાંચતા તો આંખ જ કાફી છે...
નથી થવાતું કંઈ મજબૂર એમ જ...
ઉઠાવો હોય જો ફાયદો તો અંગત જ કાફી છે...
વરસી જશે ભલે વરસો નાં વાદળ...
કોઈ ના માટે તો એ ઘેરાયેલી સાંજ જ કાફી છે...
વીજળી ની સાથે ભલે આવતું વાવાઝોડું...
એ ને મન એ ગડગડાટ જ કાફી છે....
વણી લઉ સપનાં જે જોયા'તા સાથે...
આવે જો ફરી એ નીંદર જ કાફી છે....
હા...શબ્દો ની ખોટ નથી અહીં મારે....
તું ખાલી કલમ ઉઠાવે તોય કાફી છે...