Gujarati Quote in Poem by Udit Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(ભાગ-3)

થાય કદી નાની તકરાર
તો સામે ઉગામે અે તલવાર
ગુસ્સામાં અે વાર કરી પછી રોવે પારાવાર
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન

હોય બાળકનુ કે હોય વડીલનુ
અે સદાય રહે રંગીન જુવાન
સમય સાથે રાખી નથી અેને થોડી ઘણી પહેચાન
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન

ઘરમાં બેસી એ વિચારે કયાં રહે ભગવાન
મંદિરમાં જઈ પાછુ પોકારે
તમે બોલો કશું ભગવાન
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન

મનમાં જ વિખવાદ ને મનમાં સમાધાન
પોતે જ યુદ્ધ કરીને થાકે મૂકે પૂર્ણવિરામ
સહુના મનના સીમાડાઓ છે આભથીયે વિશાળ
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન

મારુ મન માંગે ના કદી મોટા માનપાન
અેને તો જોઈએ હરદમ બસ થોડો જ પ્યાર
સદાય તલાશે ચોતરફ બસ મનનો માણીગર
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન

અવનવી તો હોય છે ભાઈ
સહુના મનની સઘળી વાત
થઈ શાંત અે કરાવે ઉદિતને સ્વર્ગ સમો અહેસાસ
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
(સમાપ્ત)

#તોફાની

Gujarati Poem by Udit Shah : 111452256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now