Gujarati Quote in Hiku by Mastermind

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૨૮ મે, ૨૦૨૦
#હાઈકુ

કોવીડ, તીડ,
તાપ, #તોફાની એમ્ફાં,
'લોક' ડાઉન

પ્રવર્તમાન સંજોગો ઉપર લખેલો આ એક અદ્ભુત હાઈકુ છે. જેમાં મે નવતર પ્રયોગો કર્યા છે.

ઉપરવાલા જબ દેતા હૈ, તબ છપ્પર ફાડ કે દેતા હૈ. આપણા દેશને મુશ્કેલીઓએ ચારેકોરથી ઘેરી લીધો છે. આ સમયે મને પેલું ગીત "યે મત કહો ખુદા સે મેરી મુશ્કિલ બડી હૈ, લેકિન મુશ્કિલ સે કહે દો મેરા ખુદા બડા હૈ" યાદ આવ્યાં વગર રહેતું નથી.

તો પણ હાલાત તો "એક સાંધતા તેર તુટે" એવા છે. કોરોના કોવિડ ને કાબૂમાં રાખતાં રાખતાં આજે બે મહિનાથી પણ વધુ સમય પસાર થઈ ગયો છે છતાંય કેસો તો કૂદકે ને ભૂસકે વધતા જ જાય છે.

બીજી બાજુ તીડોનાં #તોફાની ટોળાંએ પાકિસ્તાન માર્ગથી આવીને ભારતના આઠ જેટલા રાજ્યોના ખેતરોના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.

આટલું ઓછું હોય તેમ લૂ એ પણ માઝા મૂકી છે. તાપમાન છેક અડધી સદી ફટકારી ચૂક્યું છે. સદનસીબે લૉક ડાઉન ના લીધે હિટ સ્ટ્રોક ના કેસો હજુ સુધી આવ્યાં નથી.

"પડ્યાં પર પાટું" મારતું હોય તેમ સુપર સાઇકલોન #તોફાની એમ્ફાંને પણ રહી સહી કસર જાણે કે પુરી કરી.

"જર, જમીન, ને જોરુ ત્રણેય કજિયા ના છોરું." પાકિસ્તાન, ચાઈના અને નેપાળ લોક (LOC) પર ભારતના પ્રદેશો પડાવી લેવાં દબાણ વધારી રહ્યા છે. એ નેપાળ કે જેનું વજૂદ જ ભારત થકી છે, તે બીજાની ઉશ્કેરણી માં ભરાઈ ગયું.

અહીં કવિએ લોક નો ઉપયોગ કરીને ને લૉક, લોકો અને LOC એમ ત્રણેય ને એક જ શબ્દમાં સમાવી લીધા છે.

એવું લાગે છે સઘળું વેન્ટિલેટર પર છે. પણ આપણે સૌ સાથે છીએ એટલે આ સમય પણ નીકળી જશે.

#તોફાની

Gujarati Hiku by Mastermind : 111452199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now