વ્હાલું લાગે છે...
ડીજીટલ પુસ્તક કરતાં,
મને મારું સાંધેલું પુસ્તક વ્હાલું લાગે છે...
ડિજીટલ ન્યૂઝ પેપર કરતાં,
મને મારું અસ્ત- વ્યસ્ત છાપું વ્હાલું લાગે છે...
ઓનલાઇન શોપિંગ કરતાં,
દુકાને રકઝક કરીને લીધેલી વસ્તુઓ વ્હાલી લાગે છે...
મને તારા મેસેજ કરતાં,
તારા પત્ર ની રાહ જોવી વધારે વ્હાલી લાગે છે...
વીડિયો કોલ કરતાં,
સમી સાંજે થયેલી મુલાકાત વ્હાલી લાગે છે...