ભાગ-૨
વર્ગખંડમાં બંક મારીને
લઇ જાય રમત મેદાન
પરીક્ષામાં બેઠા એ માણતું વેકેશન મહાન
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
ઘરે પલાઠીવાળી જમતા
હોટલમાં મારે લટાર
મમ્મીની રોટલીમાં અેને દેખાય ચીઝવાળી નાન
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
સાઈકલ પર બેસીને કરતું
બાઇક તણા અે વિચાર
ફરતુ અે વળી રસ્તા પર જાણે કે મર્સિડીઝની કાર
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
કોઇ લગનનો મંડપ જોઇને
ફરતું અે ફેરા ચાર
જાન વળાવ્યા પહેલાં કરતું બચ્ચા તણા વિચાર
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
જુઅે જ્યાં નમણી નાર
ત્યાં અે વસાવી લે ઘર બાર
પછી તો અેને લઇને ફરવા જાય સાંજ ને સવાર
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
#તોફાની
(ભાગ-3, ટૂંક સમયમાં)