કાવ્ય શીર્ષક - તોફાની
તોફાની દરિયા ને કહી દો, તોફાન ના કરે
સુનામી લહરો છેલ્લે કિનારે જ શાંત થવાની છે.
ઘુઘવાટા દરિયા ને કહી દો, અવાજ ના કરે
આ ભયાવહ ઘુઘવાટ આખરે શાંત થવાનો છે.
દરિયાઈ કિનારાને કહી દો, અનંત ના પ્રસરે
આખરે તેને ક્ષિતિજમાં જ સમાવવાનું છે.
દરિયાના અહંકારને કહી દો, અહમ ના કરે
આખરે સૂર્યના તાપથી બાષ્પીભવન થવાનું છે.