તમારા આવવાથી જીવન નો એવો વળાંક આવ્યો
વેરાન થયેલી જિંદગી માં ખીલી ફૂલ ગયા
દુઃખ ના વાદળ , પ્રેમ નો વરસાદ બની વરસી રહ્યા છે
ધૂંધળા બનેલા સપના , ફરી થઈ રહ્યા છે
ઉડવું છે આકાશ માં મન મુકીને
રહેવું છે તમારી સાથે જીવન ભર સાથે રહીને
બહુ કર્યા ત્યાગ અને સમર્પણ
બધું ત્યાગી બનવું છે તમારા મન નું દર્પણ
દુનિયા ની શરમ છોડી ચાલવું છે તમારો હાથ પકડી રસ્તા પર
પેલા એક નારિયેળ પાણી માં બે ભૂંગળી નાખી પીવું છે તમારી સાથે નારિયેળ પાણી
નથી કોઈ મહેલો ની આશ, એક નાનકડા ઘર માં રહેવું છે તમારી સાથ
રોજ રાતે તમારા ખભા પર માથું રાખી લેવો છે ચેન નો શ્વાસ
સાંભળવી છે તમારી બહુ બધી વાત, કરવો છે હળવો મન નો કૈક ભાર
કરવો છે એક વાર વિશ્વાસ છેલ્લી વાર
ચાલો જીવી લઈએ જીવન ક્ષણવાર
અને કરી લઈએ નાનકડી આંખો ના સપના મોટા સાકાર