મનગમતી મારી સફર ની કિંમત જરા મોંઘી છે....
શું કરું આ નાનકડા મન ની આશ બહુ મોંઘી છે....
સવાર ના નાજુક કિરણો ની આ નજાકત બહુ મોંઘી છે....
રાત ના ચમકીલા ચાંદ ની ચાંદની બહુ મોંઘી છે....
હવા માં ઉડતા પંખીઓનો આ કલરવ...ને...નીચે આ વાહનો ની વ્યથા બહુ મોંઘી છે....
છપ્પન ભોગ મંદિર માં પણ...ગરીબ નાં ઘરે સૂકી રોટલી બહુ મોંઘી છે....
આવી જ કંઈક હર કોઈ ની મનગમતી આ સફર સાચે માં બહુ મોંઘી છે....