તોફાનોથી તો હું લડી લઉ,
મને તો મારા પોતાનાઓ એ હરાવ્યા છે,
દરિયામાં તો હું તરી લઉ,
મને તો આ લાગણીઓના દરિયાએ ડૂબાડયા છે,
શરીરના ઘા તો હું જીરવી લઉ,
મને તો આ આત્મા પરના ઘા એ તડપાવ્યા છે.
મોત ને તો હું પ્રેમ થી ભેટી લઉ,
મને તો આ નફરતે જીવનની પળે પળે માર્યા છે.
- DB Note✍️
#તોફાની