સૌથી વધુ તોફાની શું, ને કોના ઝાઝા તોફાન??
કોઇ કહે વાયરો, તો કોઇને લાગે વરહાદ
કોઇ કહે બાલક, તો કોઇને મન વાનર
કોઇના મતે હનમાન, તો કોઇનો નટખટ કહાન
પણ...પણ...પણ..
હું કહું છું, મને લાગે છે,
ચંચળ મન બળવાન ને અેના અતરંગી તોફાન
કદી રાતે કરે હેરાન
માંડે સપનામાં તોફાન
ભર ઉંઘમાં ચલાવે અે તો રણમાં પણ વહાણ
ચંચળ મન બળવાન ને અેના અતરંગી તોફાન
કદી આકાશે ભરે ઉડાન
પાંખો લગાવી ચલાવે વિમાન
દુનિયાભરની સેર કરી ચાંદ પર પહોંચે બની મહેમાન
ચંચળ મન બળવાન ને એના અતરંગી તોફાન
#તોફાની (ભાગ-૧)
ભાગ-૨, ટૂંક સમયમાં