Gujarati Quote in Poem by Nilesh Kadavla

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વતન...

સાંજ પડતાં મંદિર
ઝાલર વાગતાં,
ગામનું પાદર સાંભળે...
ચોરે બેઠેલ વડીલોની વાતો સાંભળે...
પાણી ભરવા જતી પનિહારીના પાયે ઝાંઝરનો ઝણકાર સાંભળે...
ગોંદરેથી છૂટી થઈ વાછરડાંને મળવા દોટ લગાવી, હાંફળી ફાંફળી દોડતી ગાયો ને ઊડતી
ગોરજ સાંભળે...
નદીકાંઠે ઘેઘુર વૃક્ષો પર પોતાના માળે પાછાં ફરતાં પક્ષીઓનો મીઠો કલરવ સાંભળે...
ખેતરથી વળતા ખેડૂતને માથે ઘાસનો ભારો લઈ ગાઉ ગાઉનો પંથ કાપી હાલી આવતી કૃષિકા સાંભળે...
વાછરડાં ભાંભરે ને ગામડિયા છોકરાની રમતો, કિલકારી સાંભળે...
હાલો ભેરુ ગામળે...

Gujarati Poem by Nilesh Kadavla : 111451393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now