જયને છોકરીવાળાએ રિજેક્ટ કર્યો. નિરાશ થઈને રાત્રીના સમયે "ફૂંકણી" કરવાનું વિચારી સ્કૂટર લઈને નીકળી ગયો. રસ્તા પર તેની બાઇકને એક બુલેટે ઓવરટેક કરી, તેની આંખો અંજાઈ ગઈ કેમ કે બેક સીટ બેઠેલી છોકરીએ છોકરાના ખભા પકડથી હાથ રાખ્યા હતા. તેણી હિંમત અપાવતી હતી કે બેબી આપણે ફટાફટ પહોંચીએ. કાનમાં આ અવાજ સંભળાતો રહ્યો. તે પાનના ગલ્લે પહોંચ્યો અને તે યુગલ પર નજર પડી, છોકરાને જોતાં તેને પોતાની આંખને ચોખ્ખી કરી અને મનમાં બોલ્યો કે, આ તો વિકી છે જેને સીમાની છેડતી કરી હતી. જે બાદ બળાત્કારનો પ્રયાસ પણ, પણ સીમાની આબરૂ ન જાય તે હેતુથી ઘરઘરાવ જ "મામલો" સમેટી લેવામાં આવ્યો હતો. કદી મોઢામાં સોપારીની કટકી પણ ન્હોતી નાખી એની સામે આજે તકલીફોનો પહાડ હતો. કેમ કે, ૧૩મી વાર તેને છોકરીવાળાઓએ "ના" પાડી હતી. કારણ પણ અજુકતું હતું કેમ કે તેને "ટાલ" હતી.
આવું આપણા સમાજમાં બને જ છે કોઈ નવી વાત નથી 😊
હા અને આ વાત કૌંસમાં પણ નથી લખી ! 💐😁
- યશ સોમૈયા ✍
આવાઝ