Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ પ્રચંડ શક્તિશાળી, હું કોણ છું?

લાગણીનું નખશિખ રેખાચિત્ર પરિપૂર્ણ કરી
સો સમક્ષ મૂકી પીરસનાર
આ પ્રચંડ શક્તિશાળી, હું કોણ છું?

મનના ભાવોને કાગળ પર વિવિધ રંગોમાં ઢાળી
શબ્દની પીંછીથી રંગનાર
આ પ્રચંડ શક્તિશાળી, હું કોણ છું?

માનવીની અદ્રશ્ય અભિવ્યક્તિને શબ્દના માધ્યમથી અભિવ્યક્ત કરનાર
આ પ્રચંડ શક્તિશાળી, હું કોણ છું?

મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો શબ્દનો એકમેવ સેતુ બાંધનાર
આ પ્રચંડ શક્તિશાળી, હું કોણ છું?

#શકિતશાળી

Gujarati Poem by Ashvin Sutariya : 111451177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now