ઘણાં #શક્તિશાળી જોયા,જાણ્યા,વાંચ્યા,
પણ નારી થી વધુ શક્તિશાળી ન કોઈ છે ન કોઈ આવ્યા.
શક્તિનું બીજું રૂપ એટલે જ નારી.
એ ધારે તો તારે , એ ધારે તો મારે.
સન્નારી સદૈવ પરોપકારી,
નારી સદા સર્વત્ર ભારી.
જો હુંકાર ભરે આ શક્તિ સામે તે
કાં તો થાય નતમસ્તક,
કાં તો ધરા પર ધ્વસ્ત.
નારી શક્તિ જ સમસ્ત.
અત્ર,તત્ર,સર્વત્ર વંદનીય પૂજનીય.
સમય,સંજોગ મુજબ નવરસ ધરનારી.
મહાદેવનાં શબ્દોમાં "નારી શક્તિશાળી."
#શકિતશાળી