#શકિતશાળી
જો પ્રણયનાં નામની આ હાથમાં અંકાય રેખા,
ભૂંસવા ચાહો છતાંયે ના પછી ભૂંસાય રેખા.
હોય છોને પાસપાસે તોય પણ અસ્તિત્વ નોખાં,
બિંદુઓ જોડાય બન્ને, તો જ એ કહેવાય રેખા.
ભાગ્યરેખાઓ હથેળીમાં નથી હોતી પ્રથમથી,
કર્મ ની શક્તિશાળી અંકણી પછી દોરાય રેખા,
એક રીતે જોઈએ તો ચિત્રમાં લીટા જ છે બસ,
આંખ રેખામય બને તો આ બધી વંચાય રેખા.
પ્રેમનાં શાશ્વતપણાંનો 'હિરેન' આ પણ છે પુરાવો,
જો હજીય મલકાવ છું સાંભળતાં નામ રેખા.