Quotes by Bharat Ahir in Bitesapp read free

Bharat Ahir

Bharat Ahir

@bharatahir7418


કોઈ ની યાદો મા મને રહેવું ગમે છે,
છે કોઈ દૂર મારૂ એવુ મને કહેવું ગમે છે..✍🏻✍🏻ભરત આહીર

આમ તું ના હોય તો ગમતું નથી,
પણ હૃદય જિદ્દી છે કરગરતું નથી...!!✍🏻✍🏻 ભરત આહીર

હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે,*
*મનના મેળાપની કંકોત્રી ક્યાં છપાવવાની હોય છે.*✍🏻✍🏻
- Bharat Ahir

અંતર ને વલોવતું એક તારણ નીકળ્યું ...
માનવી નું ભેજું જ, માણસાઈ નું મારણ નીકળ્યું..✍🏻✍🏻 ભરત આહીર

હું જો કરું સામે થી "પહેલ" તો વાત થઈ જાય છે,
નહીંતર સવારથી સાંજ અને સાંજ થી રાત થઈ જાય છે...✍🏻✍🏻 ભરત આહીર

વ્યસન ની વ્યાખ્યા ત્યારે સમજાણી,
મારું મન થયું જયારે તારું બંધાણી.✍🏻✍🏻 ભરત આહીર

ઉંઘ આવે નહિ ને સપનાઓ આંખ બંધ થવા દે નહિ,
અવિરત પ્રયાસ કરવો પડે,બંધ આંખો સફળ થવા દે નહિ... ✍🏻✍🏻 ભરત આહીર

*જો એ પૂછી લે બસ હાલ મારો,*
*લ્યો બોલો કેટલો સરળ છે ઈલાજ મારો...!!✍🏻✍🏻 ભરત આહીર

*દિલની ધડકન મારી પણ ધીમી હશે,*
*જ્યારે આંખ તારી ભીની હશે..*
*તું વેદનાની વાત છુપાવીશ મારાથી..*
*પ્રિયે….મારી પણ આંખ ભીની હશે...!!*.. ✍🏻✍🏻 ભરત આહીર

Read More

સંગ હોય તું તો દરેક મોસમ વસંત લાગે,
ભીની લટોમાં મનને મોહતી સુવાસ લાગે,
આંખોના એ કાજળમાં ઘેરાયેલું આકાશ લાગે,
હોઠોના મલકાટમાં ઉપવનની સુંદરતા લાગે,
ન બોલાયેલા શબ્દોમાં પણ સ્નેહ અપાર લાગે,
એક હળવો સ્પર્શ પણ દિલને આરપાર લાગે... ✍🏻✍🏻 ભરત આહીર

Read More