જે બધુ ગુમાવ્યા પછી પણ મનથી શક્તિશાળી છે તેણે કશું જ ગુમાવ્યું નથી. તે ક્યારેય હારી શકે નહીં. તે પોતાની પ્રગતિ માટે બમણા જોરથી કામ કરવાની તાકાત ધરાવે છે.
ગયા મહિને જ વાંચ્યું હતુ કે એક વૈજ્ઞાનિકનાં ઘરમાં આગ લાગી અને એનાં તમામ સંશોધનોનાં કાગળ બળીને રાખ થઈ ગયા. આ જોઈ એનાં પત્ની અને પુત્રને ખૂબ જ દુઃખ થયુ. પરંતુ એ વૈજ્ઞાનિક તો ખુશ હતાં. એમનાં પુત્રના પૂછવા પર એમણે જણાવ્યું કે સારુ થયું મારી બધી નિષ્ફળતાઓ બળીને રાખ થઈ ગઈ હવે હું ફરીથી મારા સંશોધનો અન્ય રીતે કરી શકીશ.
આને કહેવાય સાચો શક્તિશાળી કે જેણે બધુ ગુમાવ્યા છતા પણ વિશ્વાસ ન્હોતો ગુમાવ્યો.
#શકિતશાળી