#શક્તિશાળી
શક્તિશાળી હોવુ એટલે શું?
હું માનું છું કે ખૂબજ બળવાન અને શક્તિશાળી હોય છે એ પુરુષ જે પરિવારને ખુશ રાખવામાં હસ્તા મોઢે અંદર દુઃખ જીરવી જાય છે. પત્ની અને સંતાનો ની ઈચ્છાની પૂર્તિ માટે તમામ પ્રયત્નો કરીને એમને જરાય ઓછું નહિ આવવા દઈને પોતે સંતોષ પામતો, મોઢા પર્ સ્મિત રાખતો
એ શક્તિશાળી નથી શું??
એક્ મધ્યમ વર્ગ ના પિતા ની વેદના ખૂબ દયનીય હોય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં શાંત રહેવું, પરિવાર ને ખુશ રાખવો ,જવાબદારી પૂર્ણ કરવી, આંખ માં આસુ નહિ આવવા દેવું શું એ શક્તિશાળી હોવાનો પર્યાય નથી??