Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી એ જગ્યા પર ગયો જ્યા જવાથી હુ ડરતો હતો . ખબર નહી કેમ અમદાવાદમા પગ રાખું અને ત્યા જવુ પડે . ભુતકાળ હતો જ્યારે એ જગ્યા મને ખાસ લાગતી હતી . કલાકો નો સમય સેન્કડોમા પસાર થાય એવું લાગતુ હતું . ઉનાળાનો તડકો અને ચોમાસાનું આગમન થાય એ દિવસો મે ત્યા વિતાવ્યા હતા .

બે દિવસ થયા હુ બે રાજ્યની સફર કરી અમદાવાદમા ગયો હતો તેના . સાથે રહેલા લોકોએ મને પુછયુ “અહીં સારું સ્થળ ક્યુ છે ?” મે કહ્યું “રિવરફ્રન્ટ” લગભગ ૧૨:૩૦જેટલો સમય થયો હશે અને અમારી ગાડી રિવરફ્રન્ટ પાસે ઉભી રહી . ગાડીની નીચે પગ રાખતા મને ચોતરફ મારો ભુતકાળ ઘેરતો હોય . પોતાની યાદો અપાવતો હોય એ જ અહેશાસ વચ્ચે સાથે રહેલા લોકો ને આ જગ્યા ની માહિતી આપવા લાગ્યો .

હુ નહોતો ઇચ્છતો કે ફરી આ જગ્યા પર આવુ , ફરી સાબરમતીના વહેણમાં વહી ગયેલા મારા પ્રેમને મારા દિલના ખોબામાં ભરું , બિજનેસ લાઈફમા ફરી હુ તેની યાદોને ઓઢી ગુમનામ બની જાવ , પણ ખબર નહી કેમ હુ એ લોકોને ત્યા લઈ ગયો જ્યા મારા જીવનની રંગીન પળો વિતી હતી . કિંજલ સાથે તેના હાથમા હાથ નાંખી સિમેન્ટના બનેલા રસ્તા પર કોમળ પ્રણયના પગરવ માંડ્યા હતા . પાંચ વરસમાં પુરા જીવનની ખુશી મળી હોય એટલો પાગલ બની ગયેલો હુ , કિંજલ વગર એ જ જગ્યા પર એકલો ઉભો રહી સિમેન્ટના તપતા રસ્તાને જોઈ રહ્યો હતો .

એ સાચુ કહેતી હતી “ મનોજ આ પ્રેમ જેવું કંઈ હોતું નથી બસ આતો આકર્ષણ છે . પ્રેમ તો પરમાત્મા જોડે થાય છે . જે જીવન પછી પણ યાદ રહેતો હોય છે “ ગુસ્તાખી હતી મારી કે અનેક આવેગમાં આવી ઘણું બધુ કહ્યા પછી મે તેનો તિરસ્કાર કર્યો હતો . એ રાતે આંખ છત તરફ હતી , વિયોગના તાપમાં આંશુ કયા રહ્યા હતા આંખમાં , ફક્ત દિલ આક્રંદ કરતું હતું .

ઘણી હિંમત કરી કાલે વોટસએપ પર મેસેજ લખવાનો પ્રયત્ન કરેલો . પણ શુ થાય કંઈ જ લખી ન શક્યો . કંઈ રીતે હુ તેની જોડે વાત કરુ ? કંઈ જ ખબર નહોતી . પુરી રાત વિતી ગઈ એ જ મથામણમાં કે હુ મારી ભુલનો એકરાર કંઈ રીતે કરુ . પણ પછી યાદ આવ્યું , માંડ એ મારા વગર તેની લાઈફમા સેટ થઈ હશે , ખુશ રહેવાનો પ્રયત્ન કરતી હશે , અને કામયાબી પણ મળી હશે , હવે તેની લાઈફમા પ્રવેશ નથી કરવો .

મારા વકિલ મિત્ર મને કહે છે , “મનોજ તારા શબ્દો ક્યારેક તારા પ્રેમમાં પાડતા હોય છે . તારે ઓછું બોલવું જોઈએ . “ તે વકિલ ને કંઈ રીતે સમજાવું કે “મારા એ જ શબ્દો મારા સળગતા દિલના કારણ બન્યા છે . જે માણસ ને રાત દિવસ મારી ચિંતા રહી છે . તેની સામે જ મારા શબ્દો ના ઝેરી તીર છોડી એ માણસને હર્ટ કર્યું છે . “

મારા નબળા આર્થિક સમયમાં હુ તેના સાથે ખુશ રહી શકતો હતો . એવો સંબધ હતો જ્યા દુનિયાદારી ખુબ દુર હતી . હવે તો એ મળશે પણ સમય જે વિતી ગયો છે . મારી ભુલનો બોઝ પણ એમને એમ જ છે . વિતી ગઈ એ રાત , વિતી ગયા એ દિવસો , વિતી ગઈ એ લાઈફ...

✍🏻મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111450455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now