અે માનવ,
ધારદાર શબ્દો સામે અે મૌન સાચવીને બેઠો છે,
પારાવાર ઘા થયા તોય અહિંસા ધરીને બેઠો છે,
અવનવા શસ્ત્રો રાખે તોય સામર્થ્યથી શાંત બેઠો છે,
આપે કોઈ અેને જાકાર તો મલકાઈને આગળ વધતો છે,
બે છેડા નથી જડતા પણ અે અન્યને જમાડી હસતો છે,
મૂંગા પશુઓનું રખોપુ કરતો ને યુધ્ધની હામ લઇ બેઠો છે,
જાણે સૌ કાવાદાવા પણ સંબંધ સાચવતો ફરતો છે,
અે જાણે છે દયાભાવના "ક્ષમા" વીરોનો રસ્તો છે,
શું અે કોઈ શકિતશાળીથી સસ્તો છે??
#શકિતશાળી