ટકોર કરતા બીક નથી લાગતી મને,
માનું છું કે તમને ભુખ લાગતી હશે,
માનું છું કે તમને રાશનની પણ જરુર પડતી જ હશે,
માનું છું કે તમને પાણીની પણ જરુર પડતી જ હશે,
પરંતુ એ માનવી આ બધું તારી પાસે ત્યારે હશે જ્યાંરે તું જીવીત હોઇશ,
આજે જેટલું સહન કરીશ એનાથી વધારે મેળવીશ,
આ એક સમય જ છે જે રોજ ની જતો રહેશે,
તું તારા પરિવારનું વિચાર તારું ઉપરવાળો વિચારતો જ હશે....