#અથૅ
એની બોલતી આંખો ઘણું
સમજાવી ગઇ હું જ ન સમજ્યો
એનો શું અર્થ!
પવન ની લહેરકી આમ્ અમસ્તા જ
મારા કાન માં કઈક કહી ગઇ
પણ મેં જ ન સાંભળ્યું
એનો શું અર્થ!
નથી સમજાતી અા લાગણીઓ ના
પ્રવાહ ની ભાષા
હું જ ન અનુભવી શક્યો
એનો શું અર્થ!
લાવ અા લાગણીઓ ના
પ્રવાહ માં તને પણ તાણી જાઉ
પણ વ્યક્ત જ ન કરી શક્યો
એનો શું અર્થ!
કહેવું છે ઘણું પણ શબ્દો માં
જડી નથી શક્તો કદાચ
આજે બારાખડી ઓછી પડે છે
એનો શું અર્થ!!