અનોખા તારાં પ્રશ્નો એનાં ઉત્તર પણ હોય જુદાં,
ખૂબ મથ્યો ને મર્મ શોધવામાં રહી ગયો,
સમજાય છે હવે સરળ હતાં સંકેતો તારાં,
મારે થઈ ગેરસમજ ને તર્ક શોધવામાં રહી ગયો,
તેં ઝંખ્યો એક નવાં વ્યક્તિ ને મારામાં દરેક વિષાદ પછી,
મેં કરી માત્ર શંકા ને આવકાર નો અર્થ શોધવામાં રહી ગયો,
#અર્થ