મારૂ દિલ જોવા માટે ક્લિક કરો,તમારા દિલ પર,
અરીસા માં જોવા માટે ક્લિક કરો,મારા નયનો પર,
તમારા ખુદ ની તસ્વીર જોવા માટે ક્લિક કરો,મારા હોઠો પર,
શબ્દો કદાચ રોકાઈ જાય, પણ લાગણી વહી નીકળશે તમારા સ્પર્શ પર!!
મને ખુદ ને જોવું છે, ક્લિક કરૂ, તો કરું ક્યાં,તારી હાજરી, તો આસપાસ ક્યાંય નથી,
કદાચ તને મળવા... રોજ , મારે ક્લિક કરવું પડશે, મારા સપનાં પર....
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૬ મે ૨૦૨૦
#જોવા માટે ક્લિક કરો