અર્થ :
દોસ્તી..ભાઈબંધી..સખ્યભાવ..મિત્રતા..એટલે..મળે જ્યાં લાગણી ના ખજાના..સંબંધ એ જ લાગે છે મજાના.....મિત્ર એ જીવનયાત્રા મા સંગાથે ચાલતો શીતળ છાયડો છે. મૈત્રી હવા જેવી છે, હવા દેખાતી નથી છતાં હવા વિના આપણ ને ચાલતું નથી. જીવન માં બે મિત્રો તો હોવા જોઈએ. (૧) શ્રીકૃષ્ણ જેવો...જે સદાય સાચી સલાહ અને માર્ગદર્શન કરે. સુરક્ષા કવચ પૂરું પાડે. (૨) દાનવીર કર્ણ જેવો..વફાદાર અને અંતિમ સમય સુધી સાથ ના છોડે તેવો સાથીદાર...સાચો મિત્ર એકલતા દૂર કરે અને આપણા એકાંત નું જતન કરે છે. મિત્રો જૂના સારા અને કપડાં નવા સારા. તંદુરસ્તી, શાંતિ અને મૈત્રી પૈસા થી ખરીદી શકાતી નથી. જ્યારે સમય, સંબંધ અને મિત્ર આ ત્રણેય મફત મા મળે છે પણ તેની કિંમત આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણે તેને ખોઈ દઈએ છે. મૈત્રી નું વિશ્વ અને વિશ્વ ની મૈત્રી પ્રેમ ની પરાકાષ્ઠા છે. જેને વારે વારે ખુલાસા ના કરવા પડે એ મિત્ર. જેના સાનિધ્ય મા સુખ ની પરાકાષ્ઠા અનુભવાય અને જે ને કારણે પહાડ જેવું દુઃખ પીંછા જેવું હળવું થઈ જાય એ મિત્ર. સાચા મિત્રો ના ટોળા ના હોય. માણસ ની સફળતા નો આંક એની પડખે એક - બે મજબૂત મિત્ર છે કે નહી એના ઉપર થી નીકળી શકે. સમગ્ર જીવન યાત્રા મા જો એકાદ વ્યક્તિ ને તમે મિત્ર ના બનાવી શકો તો જાણવું કે તમારા માજ કઈ ખૂટે છે. મિત્ર મોસમ ની જેમ બદલાતા નથી. કેવળ મળવું અને સતત મળતા રેહવુ એ મૈત્રી નથી. પણ મિત્ર સાથે ના હોય ત્યારે એની સ્મૃતિ શિયાળા ના તડકા ની જેમ ઊઘડે અને કોઈ ના આપી શકે તેવી હુંફ આપે એ સાચી મૈત્રી છે. મિત્રો..
તમારી જિંદગી આમતો તમારી છે, એમાં થોડી સ્મૃતિ અમારી પણ છે. રેખાઓ ભલે રહી તમારા હાથમાં, પણ એમાં મિત્રતા ની એક લીટી અમારી પણ છે.....
સુખ મા નિમિત્ત અને દુઃખ મા ભાગીદાર એવા સૌ મિત્રો ને સો..સો સલામ.મૈત્રી અમર રહે.
મિત્રતા નો અર્થ
આશિષ bina