બા ના પાલવમાં જીવનનો #અર્થ મળ્યો,
બાપુજી ની આંગળીએ જગતનો અર્થ મળ્યો.
મારગ માં કાંટા કાંકરા તો આવતા રહ્યા,
પણ ગુરુ થકી સારા નરસા નો અર્થ મળ્યો.
સમાજ થકી સજ્જન દુર્જન નો અર્થ મળ્યો.
કૃષ્ણ થકી કર્મ નો અર્થ મળ્યો.
મિત્રો તો અગણિત છે વ્હોટ્સ એપ પર,
છતાં સુદામા થકી મિત્રતાનો અર્થ મળ્યો.
રોજ જોઈ સૂર્યને વ્યસ્ત રહેવાનો અર્થ મળ્યો.
આકાશને જોઈ વિશાળતાનો અર્થ મળ્યો.
સમુદ્ર પાસે દરેકને સમાવી લેવાનો અર્થ છે જ.
અર્જુન પાસે લક્ષ્ય સાધવાનો અર્થ મળ્યો.
સૃષ્ટિમાં દરેકનું પોતાનું મહત્વ છે ગીતામાં કહ્યું છે..
આપ જેવા મિત્રોને મળી મને ઈશ્વરનો અર્થ મળ્યો.
અશોક ઉપાધ્યાય.
#જોવા માટે ક્લિક કરો