વિશ્વા આજે ખૂબજ ખુશ હતી. આજે તેને લંડનની ફ્લાઇટ પકડવાની હતી. પોતાની નાની દીકરી સ્વીટીને તે મમ્મી પાસે જ મૂકીને જવાની હતી કારણ કે આ તેનું બીજું લગ્ન હતું અને પ્રતિકે તેની દીકરીને લંડન લઇ આવવાની "ના" પાડી હતી.
" વિશ્વા "
વિશ્વા લંડન પહોંચી ગઇ હતી. પ્રતિક તેને લેવા પણ આવ્યો હતો. બંને ખુશી ખુશી પોતાના ઘરે ગયા પણ ઘરે ગયા પછી પ્રતિકની દીકરી જે બાર વર્ષની હતી અને તેની પહેલી પત્નીથી હતી. તેણે વિશ્વાને પોતાની " મા " તરીકે સ્વિકારવાની ચોખ્ખી " ના " પાડી દીધી.
પ્રતિકે એકપણ સેકન્ડ વિચાર કર્યા વગર વિશ્વાને પોતાના ઘરમાંથી કાઢી મૂકી....અજાણ્યા દેશમાં ક્યાં જવું ને શું કરવું વિશ્વા માટે એક પ્રશ્ન હતો....
તેના દૂર ના કોઈ સગા લંડનમાં રહેતા હતા, તેવું મમ્મી-પપ્પાએ કહેલું હતું અને તેમનું એડ્રેસ પણ આપેલું તે ટેક્ષી કરી પોતાના આ સગાને ઘરે ગઇ અને તેમને બધી વાત કરી....
જીવને તેની એક નવી કસોટી લીધી હતી અને તેની સામે આ જીવનનો એક નવો સંઘર્ષ આવીને ઉભો રહી ગયો.....