પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની
જવાબ દેને , પોલા નભમાં
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે ..
જનની ના ઉદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતો હશે
તું સર્જાવે, તું સંહારે પણ
રાખે નહિ નિશાની
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની
પય પાન માટે, જાદુગર તે
લોહીનું દૂધ બનાવ્યું જ રામ …
લોહીનું દૂધ બનાવ્યું
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાયું જ રામ
કોને બંધન આમાં કોને મુક્તિ
વાત રાખે છે છાની
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની