આમ આખા આભ લઈને ઉભા છો.
આ તમે જ છો,રાબ લઈને ઉભા છો.
શું રંગ જમાવ્યો મહેફિલમાં આવી!
સ્નેહ હેતનો શરાબ લઈને ઉભા છો.
ક્યાંથી પડે જીવનની જ્યોત ઝાંખી?
તમે સૂર્યનો રૂઆબ લઈને ઊભાં છો.
રે રે મુજ મઘમઘાટની નજરું ઉતારો,
તમેય મજાનાં ગુલાબ લઈને ઉભા છો!
ઓ જિંદગી તું શું સવાલ કરતી મને!
દોસ્તો સામાં જવાબ લઈને ઉભા છે.
નથી કોઈ ખોટ 'દેવ' કસુંબલ ડાયરે,
સ્વજન તમે શબાબ લઈને ઉભા છો.