*એમ ભજુ ચેહર મા* કવિતા..
મારું ચાલે તો એમ ભજુ ચેહર મા,
સેવકો ને પણ સલામ કરું ચેહર મા.
પોતાનું જે થાય તે બીજા માટે પ્રેરણા બનું ચેહર મા,
આ જીવન માનવ જીવન ની સેવામાં અર્પણ કરું મા.
પૂજામાં જ વિતે છે વખત એવું ભજુ ચેહર મા,
બીજુંતો કંઈ નહીં પણ શ્વાસે શ્વાસે રટણ કરું ચેહર મા.
દિલની ભાવનાઓ થી આર્તનાદ કરું ચેહર મા,
યજ્ઞ, ધૂપ નહીં પણ અંતર થી પોકાર કરું ચેહર મા.
શાન ભાન ભૂલીને આશા ભર્યા આવ્યા ચેહર મા,
આવીને તારાં ચરણોમાં શીશ ઝુકાવ્યું ચેહર મા.
પ્રેમ પારસમણી થકી પોકાર પાડું ચેહર મા,
એવાં ગાંડાઘેલા ભાવથી ભજું તને ચેહર મા....
ભાવના ભટ્ટ અમદાવાદ...