Gujarati Quote in Funny by Mastermind

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૨૫મી મે, ૨૦૨૦

પહેલું સુખ તે #પોતે નેગેટિવ અને
છેલ્લું દુઃખ તે (#પોતે ) પોતા કર્યા 😂

પહેલું સુખ તે #પોતે નર્યા. દીવા જેવું સ્પષ્ટ છે, હરકોઈ #પોતે પોતાની તંદુરસ્તી માટે જવાબદાર છે, કોરોના નહિ. #કોરોના સાથે જીવતા #શીખવું જ પડશે, સાહેબ. ચોથા લોક ડાઉન સુધીમાં બધાયની સાન ઠેકાણે લાવીને મૂકી દીધી છે #કોરોનાએ .

માનવી #પોતે શેમાં સુખી છે અને #પોતે શેમાં દુઃખી છે તે આપણા વડવાઓ બહુ સરસ રીતે કહી ગયા છે. તમે આ પંક્તિઓ તો સંભળીજ હશે:

પહેલું સુખ તે #પોતે * નર્યા, (*જાતે નો સમાનાર્થી)
બીજું સુખ તે કોઠીએ જાર,
ત્રીજું સુખ તે ગુણવંતી નાર,
ચોથું સુખ તે દીધા દીકરા.

અને આજનાં બદલાયેલ સમયમાં માનવી #પોતે શેમાં સુખ શોધે છે:

પહેલું સુખ તે #પોતે નેગેટિવ,
બીજું સુખ તે ભાવતા ભોજન,
ત્રીજું સુખ તે કામે ચઢયા,
ચોથું સુખ તે ભણે દીકરા ઓનલાઇન.😁

પહેલાંના સમયમાં માનવી #પોતે શેનાથી દુઃખી હતો:

પહેલું દુઃખ તે આંગણે તાર,
બીજું દુઃખ તે પડોશી લબાડ,
ત્રીજું દુઃખ તે વાંસામાં ચાંદુ,
ચોથું દુઃખ તે બૈરું માં દુ.

જ્યારે આજનાં બદલાયેલ સમયમાં માનવી #પોતે શેનાથી દુઃખી છે:

પહેલું દુઃખ તે આંગણે પોઝિટિવ,
બીજું દુઃખ તે પડોશી કવોરંટાઈન,
ત્રીજું દુઃખ તે વાંસામાં દંડો,
ચોથું દુઃખ તે બૈરું કરાવે પોતા.😁

#પોતે

Gujarati Funny by Mastermind : 111448452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now