*"આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!!"*
*ધ્યાનથી આકાર આપીને*
*રોટલીઓ ગોળ બનાવે છે*
*પણ પોતાના શરીર ને*
*આકાર આપવાનું ભૂલી જાય છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*પૂરો સમય આપીને ઘરનો*
*દરેક ખૂણો ચમકાવે છે*
*બસ વિખરાયેલી લટો ને*
*સુલજવાનો સમય નથી આપી શકતી*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*કોઈ બીમાર પડે તો*
*આખું ઘર માથે લઇ લે*
*પોતાનું દર્દ વણજોયું કરી*
*બધી તકલીફો ટાળી દે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*લોહી પાણી એક કરી*
*બધાના સપનાઓ સજાવે છે*
*પોતાની અધૂરી ઈચ્છાઓને*
*દિલમાં જ દફન કરી દે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*બધાની બલાઓ લે છે*
*બધાની નઝર ઉતારે છે*
*જરા કાઈ ઊંચ નીચ થાય તો*
*બધાની નઝરો થી પડી જાય છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*એક બંધન મા બંધાય ને*
*કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે*
*હોય કાઈ પણ મુશ્કિલ*
*પ્રેમથી બધાને રાખે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે!*
*પિયર થી સાસરા સુધીની*
*બધીજ જવાબદારી ઉપાડે છે*
*કાલની લાડો રાણી*
*આજની સ્ત્રી બની જાય છે*
વિશ્વ ની દરેક (દીકરી) સ્ત્રી
માટે છે સમર્પિત દરેક સ્ત્રી ને🙏