#પોતે
પોતે શું નથી કરી શકતા પોતા માટે, પણ
તેની માટે પોતાપણું દેખાવું પણ જોઈએને,
અનુભવવું પણ જોઈએને...
ક્યારેક પોતાના જ પોત પ્રકાશે છે અને
થઈ જાય છે ચુરેચુરા પોતાપણાના, ત્યારે
શું હાલત થાય છે દિલ ની ....
એ પોતાના ને જ પૂછો, હલી જશે તાર ધડકનના, ખબર પણ નહિ પડે કે આંખો માંથી વહે છે વ્યથા...
ક્યારેક મનમાં જે ગાંઠ હશે તે ખુલી જશે ત્યારે પણ વહેશે અશ્રુ કે જેને પારકા ગણ્યા
એ પોતાના જ છે....