સપનાં ના વાવેતર મા મે રંગ હઝારો પૂર્યા,
મેઘધનુષી રંગો સાથે લઈ કલ્પના ની કલમ,
મે મારા વિચારો ને વ્યક્ત કર્યા,અને ચિત્ર બનાવ્યુ,
હુ જોતી હતી ચિત્ર ને અહોભાવ થી,
ત્યારે ચિત્ર બોલ્યું,"તુ છે અધુરી", અને તારુ ચિત્ર પણ અધુરુ,
મે પુછ્યુ કેમ? ત્યારે ચિત્ર ઍ મને જવાબ આપ્યો
આ દુનિયા છે કુદરત ની એને બનાવવા વારો કુદરત પોતે છે અને તારા જેવા વિચારે કે આ દુનિયા તમે પોતે બનાવી છે. મે પણ કહ્યુ ચિત્ર ને ભાઈ તારી વાત સાચી,આ દુનિયા માં સૌ કોઇ એમ જ વિચારે કે આ બધુ મે જાતેજ બનાવ્યુ છે અને ભુલી જાય છે ઇશ્વર ને,
અને ત્યારે ઍ ઇશ્વર રૂઠી જાય છે અને એનો કહેર
કુદરતી આફતો થી વર્તાંવે છે.
#પોતે