કમનસીબે હું પોતે એક ચારિત્ર ' સ્ત્રી ' છું,
યોનશોષણ વાઈરસથી હાલ 'સુરક્ષિત' છું.
કાચા કુમળા વર્ષોથી લય ને આજ પર્યંત,
બદ ઇરાદે થતા સ્પર્શથી હજી 'અક્ષિત' છું.
વિશ્વ સનાતન કાળ થી બચતી આવું છું.
હા, સદનસીબે હું પોતે એક 'શુશિલ' છું.
કચડાયેલા સમાજવાદનું હું 'અસ્તિત્વ' છું,
હા, પ્રારબ્ધથી મૃત્યુ વચ્ચે હજી 'જીવિત' છું.
સ્રીઓના શોષણ સામે પ્રચંડ 'આક્રંદ' છું, હવે
'નિર્ભયા' નહિ,સ્વને રક્ષે તે 'આત્મનિર્ભર' છું.
હા હું ' પોતે ' કમનસીબે એક સ્રી છું......