#પોતે
હું પોતેજ આજે સમજી ગઇ......
વિસરાએલ્ સ્મૃતિ વાગોળવામાં
પાછો સમય આવતો નથી.
હું પોતેજ આજે વિસરી ગઇ.....
દરેક પળ નવી તક લઈ ને આવે છે
એ સમજી આગળ વધતી ગઇ......
જાતને શોધવામાં, ફંફોળવામાં,
વસ્તુ નવીજ જડતી ગઇ.......
દુનિયાને જોતી નીરખતી હું
દ્રષ્ટિકોણ નવો જ બનાવતા શીખી ગઇ.....
લોકો માં ટોળા મા મારી જાતને અલગ તારવવાના,
પ્રયત્ન માં ગૂંથાઈ ગઇ......
જિંદગી માં અનેક વળાંકો આવ્યા,
ધીરે - ધીરે, થોડી-થોડી બદલાઈ ગઇ.....
હું પોતેજ આજે સમજી ગઇ......