પોતે
મારું મને ઓળખવું બહુ અઘરું લાગે છે
વાસેલું બધુ ઉઘાડવું બહુ અઘરુ લાગેછે
બે મગજની વચ્ચે પિસાવુ બહુ અઘરુ લાગે છે
ચેતાઓ સાથે રમવું બહુ અઘરું લાગેછે
ખુલ્લી આંખે સ્વર્પ્નજોવું બહુ અઘરુ લાગેછે
વળી સ્વપ્નમાં ખુદને ઉકેલવું બહુ અઘરું લાગેછે
જાદુની છડી ફેરવી ઇશ્વર તો સરકી ગયા
મન અને હ્દય નુ મુંઝવાવું બહુ અઘરું લાગેછે
-મનીષા
#પોતે