Gujarati Quote in Poem by Puja Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ના જાણે રીત કોઈ,
પ્રેમ તો જાણે ગીત કોઈ..

જો આવીને પૂછે મને કોઈ,
વાલમની તારાં પ્રિત કેવી..

કહું તુરંત હું એકદમ ઉમંગથી...

હું હેમંતી વાયરો, એ ગ્રીષ્મનો તડકો..
હું ગીતોનું માણસ, એ ચલચિત્ર કોઈ..

એને મોબાઈલ વહાલો, હું પુસ્તકિયો કીડો..
મને ભાવે ફહીતો,એ દાળ-શાકનો માણસ..

એ વૅનિલા ખાતો, મને ચોકલૅટ ફાવે..
એ ચા પીતો, મારે ગ્રીન ટી પણ ચાલે..

હું તારા ગણું, એ વહેલો ઉઠે..
હું રહી મનમોજી, એ મુંજી ઘણો..

હું ઉત્તર,એ દક્ષિણ,હું પૂર્વ,એ પશ્ચિમ..
એ ઘુઘવાતો સાગર, હું ખળખળતું ઝરણું..

પણ એ મને શોધે, હું એને ઝંખું..
એ મારી ચાહતનો કિનારો અને..
હું એની ધરતી નો છેડો..

Gujarati Poem by Puja Patel : 111447418
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now